દેશ-વિદેશ
News of Saturday, 18th May 2019

દરરોજના ૧૨ સુર્ય નમસ્કાર ૩૦ દિવસમાં ઉતારશે તમારૂ વજન

આમ તો બધા યોગાસનમા આપણુ અલગ જ મહત્વ હોય છે. બધા જ યોગાસન શરીરને સ્વસ્થ રાખે છે. પરંતુ, સુર્ય નમસ્કારને બધા આસનોમા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ યોગાસનમાં સંપૂર્ણ શરીરનું પણું સારૂ યોગાભ્યાસ થઈ જાય છે. આ આસનને દરરોજ કરવાથી શરીર નીરોગી અને  બળવાન થઈ જાય છે. સાથે જ તેનાપ્રભનવથી ચહેરા પર ચમક આવી જાય છે. આ આસન બધી ઉમરના લોકો માટે લાભદાયક માનવામાં આવે છે.

. જો તમે નિયમિત ૧૨ સુર્ય નમસ્કાર કરવાની ટેવ પાડી લો તો ૩૦ દિવસમાં ૩ થી ૫ કિલો વજન ઉતરી શકે છે.

. આ માટે તમે ૫ સુર્ય નમસ્કારથી શરૂઆત કરો અને ધીરે-ધીરે ૧૨ સુર્ય નમસ્કાર કરો

. ફકત વજન ઉતારવા માટે નહિં પણ કોઈપણ પ્રકારના સાંધાના દુઃખાવા માટે પણ સુર્ય નમસ્કાર કરી શકો છો.

. સુર્ય નમસ્કાર કરવાથી મનની એકગ્રતા વધે છે. એક પ્રકારનાં ધ્યાન હોવાથી તે તમને માનસીક શંતી પણ આપે છે.

. સુર્ય નમસ્કાર તથા શરીરની ખરાબ મુદ્રાઓ પણ ઠીક થઈ જાય છે.

(10:04 am IST)