News of Thursday, 18th April 2019
ધરપકડથી બચવા માટે પેરૂના પૂર્વ રાષ્ટ્રપતિએ માથામાં ગોળી મારી થયું મોત
પેરૂના પુર્વ રાષ્ટ્રપતિ એલન ગાર્સિયા (૬૯) એ તે દરમ્યાન માથામા ગોળી મારી આત્મહત્યા કરી લીધી જયારે રૂશ્વતના એક મામલામા પોલીસ એમની ધરપકડ કરવા એમના ઘરે આવી હતી. બ્રાઝીલની કંપની ઓડેબ્રેચ્ટને ઇજારો આપવાના બદલે રૂશ્વત લેવાના મામલામા એમના સામે તપાસ ચાલી રહી હતી. ગાર્સિયા ૧૯૮પ-૯૦ સુધી અને ર૦૦૬-૧૧ સુધી રાષ્ટ્રપતિ રહ્યા હતા.
(10:20 pm IST)