દેશ-વિદેશ
News of Monday, 18th March 2019

વજન ઘટાડવા અને હેલ્ધી રહેવા માટે તમારા સલાડમાં ઉમેરો આ વસ્તુને

જાણો ખાવની કઈ એવી ચીજો છે જેને સલાડમાં નાખવાથી સલાડ વધારે રોચક, પોષણ (ન્યુટ્રીશન) અને સુંદર બને કદાચ તમે આ વસ્તુનો ઉપયોગ પહેલા કયારેય નહિં કર્યો હોય. ખાવાની આ બધી ચીજો સલાડને હેલ્ધી બનાવશે અને સાથે-સાથે સલાડને સુંદર પણ બનાવશે.

દાડમઃ દાડમ એ પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન-સી અને વિટામિન-એ નો  એક સારો સ્ત્રોત છે. આમાં એન્ટી-ઓકિસડન્ટ્સ પણ વિપુલ પ્રમાણમાં મળી આવે છે. જેનો ઉપયોગ રોજ કરવાથી હૃદય માટે તે ફાયદાકારક નીવડે છે. પ્રોસ્ટેટ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરના જોખમને પણ દુર રાખે છે.

સૂકો મેવો અને બીજઃ સુકો મેવો અને બીજમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. આમાં મોનો અને પોલીસેંચુરેટેડ ફેટની માત્રા વધુ હોય  છે, જે હૃદય માટે ફાયદાકારક છે. આને સલાડમાં શામેલ કરવાથી કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે.

લાલા અને લીલો સલાડઃ સૌથી સારો વેઈટ લોસ ફૂડ છે સલાડ. આમાં શુગર અને સોડિયમની માત્રા હોછી હોય છે, જ્યારે વિડામીનબ્-એ અને સી પણ મોટી માત્રામાં જોવા મળે છે. આમાં આયર્ન, કેલ્શ્યિમ અને પ્રોટીન રહેલ હોય છે.

(9:53 am IST)