દેશ-વિદેશ
News of Monday, 18th March 2019

રોગો મટાડવા માટે પપૈયુ છે ઉત્ત્તમ ફળ

પપૈયાંની સૌથી લોકપ્રિય જાતિનું નામ 'કારિકા પપૈયાં ' છે. મોર્નિંગ બ્રેકફાસ્ટમાં પપૈયાનું સ્થાન સર્વવ્યાપી છે. અથવા વિવિધ ફળોની સાથે સવારના નાસ્તા વખતે પપૈયાંનો ઉપયોગ થતો હોય છે. દિવસ દરમિયાન પણ એક અતિરિકત સ્નેકની જગ્યાએ ફળ અને તેમાંયે વિશેષ કરીને પપૈયું ઘણા લોકો લેતાં હોય છે. વજનમાં હલકું તથા પાચન માટે સરળ તથા પાણી અને વિટામિન્સથી ભરપૂર આ ફળ સ્વસ્થ રહેવા માટે પણ ખૂબ ઉપયોગી છે.

પપૈયું : એક ટ્રોપિકલ ફળ

 આના ખાવાના અનેક ફાયદા છે. જેમકે, પપૈયામાં ઉચ્ચ માત્રામાં ફાયબર હોય છે. આ વિટામીન-સી અને એન્ટી ઑકસીડેન્ટસ થી ભરપુર હોય છે. પોતાનામાં રહેલ ગુણોના કારણે આ કોલેસ્ટેરોલને નિયંત્રિત કરવામાં ખુબજ અસરકારક છે.

 જે લોકોને કબજીયાતની સમસ્યા રહેતી હોય તેમને આનું સેવન કરવું.

 આનાથી ખસી, ઉધરસ, તાવ અને અન્ય બીમારી દુર કરે છે.

 મીડીયમ સાઈઝના પપૈયામાં ૧૨ કેલેરી હોય છે. જો તમે વજન  ઘટાડવાના કારણે ડાયટમાં અને શામેલ  કરો તો વેટ લોસ કરવામાં આનાથી તમને ફાયદો થશે.

(9:52 am IST)