દેશ-વિદેશ
News of Thursday, 18th February 2021

ઈરાનમાં 5.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:ઈરાનમાં 5.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે ભૂકંપની જોડાયેલ આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા દસ લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાની માલુમ પડી રહ્યું છે. એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રાજધાની તેહરાનથી 500 કિલોમીટર દક્ષિણમાં સિસખ્ત કાઉંટીમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. ભૂકંપનું કેન્દ્ર જમીનની દસ કિલોમીટરની ઊંડાઈમાં હતું. સિસખ્ત એક કૃષિ ક્ષેત છે જ્યાંની વસ્તી 6000 લોકોની છે. ભૂકંપના જટકાના કારણોસર કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થઇ રહ્યા નથી.

(5:09 pm IST)