દેશ-વિદેશ
News of Monday, 18th January 2021

ઇઝરાયલના જેટ વિમાનોએ ગાઝામાં હમાસની અનેક જગ્યાઓને બનાવ્યું નિશાન

નવી દિલ્હી:ઇઝરાયલી સેનાએ સોમવારના રોજ જણાવ્યું છે કે તેમના યુદ્ધક વિમાનોએ ગાઝાપટ્ટીમાં હમાસથી સંબંધિત સ્થળોને તબાહ કરી દીધું છે. સેનાએ એ પણ જણાવ્યું છે કે આ પહેલા ફિલીસ્તીની એન્કલેવની તરફથી પણ બે રોકેટ છોડવામાં આવ્યા હતા. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલના એક સૈન્ય પ્રવક્તાએ પોતાના બયાનમાં જણાવ્યું હતું કે જેટ વિમાનોએ હમાસના સૈન્ય જગ્યાને નિશાન બનાવ્યું હતું જેમાં એક સુરંગનો પણ   સમાવેશ થઇ રહ્યો છે. ઇઝરાયલી સેનાએ આપેલ માહિતી મુજબ પહેલા ગાઝાપટ્ટીથી છોડવામાં આવેલ બે રોકેટ ઇઝરાયલ પહોંચવાના પહેલા જ સમુદ્રમાં ઉતરી ગયા હતા.

(6:11 pm IST)