દેશ-વિદેશ
News of Monday, 18th January 2021

ઓએમજી.......આ મહિલાએ બર્ગર ખાવા માટે 160 કિલોમીટર દૂરની સફર કરી

નવી દિલ્હી: આજકાલ દરેક જનરેશનના લોકોને બર્ગર વધારે પસંદ હોય છે, પછી તે બાળકો, યુવાન કે વૃદ્ધો હોય, બર્ગર ખાવું બધા ખૂબ જ પસંદ કરે છે. આમ જોવા જઈએ તો બર્ગર આજકાલના ફાસ્ટફૂડમાં સૌથી આગળ આવે છે, પરંતુ શું તમે આ વાત પર ભરોસો કરશો કે કોઈને બર્ગર ખાવાની તલબ લાગી હોય અને તે બર્ગર ખાવા માટે 160 કિલોમીટર પણ જઈ શકે છે એટલું જ નહીં, આટલે બધે દૂર ગયા બાદ તેને બર્ગર માટે ઘણી મોટી રકમ ચૂકવવી પડી ગઈ. જી હા એવું જ કંઈક થયું છે, યુનાઈટેડ કિંગડમ (UK)ની એક મહિલા સાથે. તેને બર્ગર ખાવાની તલબ લાગી હતી એટલે તેણે બર્ગર લેવા માટે 160 કિલોમીટરની મુસાફરી કરી નાખી.

        એટલું જ નહીં, ત્યારબાદ મહિલાને 200 યુરોનો દંડ પણ ભરવો પડ્યો હતો. હવે આ ખબર સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનો વિષય બની છે. ઉલ્લેખનીય છે કે યુનાઈટેડ કિંગડમમાં હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે. આ લોકડાઉન દરમિયાન એક 30 વર્ષીય મહિલાએ મેકડોનાલ્ડનો બર્ગર ખાવા માટે 160 કિલોમીટરની મુસાફરી કરી. આ દરમિયાન તેણે Lincolnshire થી Scarnorough સુધીની મુસાફરી કરી નાખી. લોકડાઉન દરમિયાન બર્ગર ખાવા માટે આટલે દૂર જવાને ગેરજરૂરી માનતા નોર્થ યોર્કશાયર પોલીસે એ મહિલા પર 200 યુરોનો દંડ લગાવી દીધો.

(6:09 pm IST)