દેશ-વિદેશ
News of Saturday, 18th January 2020

પોર્ન જોવામાં મજા ન આવી, વ્યકિતએ વેબસાઇટ પર કેસ ઠોકી દીધો

ન્યુયોર્ક તા. ૧૮ :.. ન્યુયોર્કમાં રહેનારા એક મુકબધીર (સાંભળવામાં અસમર્થ) વ્યકિતએ ત્રણ પોર્ન વેબસાઇટ વિરૂધ્ધ વર્ગ ભેદભાવ કરવાનો આરોપ લગાવતા કેસ દાખલ કર્યો છે. વ્યકિતએ પોતાની અરજીમાં કહયું કે, સબટાઇટલ વિના તે વેબસાઇટો પર ઉપલબ્ધ સામગ્રીનો સંપૂર્ણ રીતે આનંદ ઉઠાવી શકતો નથી.

બ્રુકલીન ફેડરલ કોર્ટમાં ગુરૂવારે આ અરજી યારોસ્લાવ સુરિજ નામના વ્યકિતએ પોર્નહબ, રેડટયુબ અને યુપોર્ન તથા તેની કેનેડિયન મુખ્ય કંપની માઇંડગીક વિરૂધ્ધ કરી. વ્યકિતનો દાવો છે કે આ વેબસાઇટસ 'અમેરિકન્સ વિથ ડિસેબિલીટી એકટ' (અમેરિકન વિકલાંગ કાયદો)નું ઉલ્લંઘન કરી રહી છે. આ પહેલા પણ સુરિજ આ જ મુદે ફોકસ ન્યુઝ વિરૂધ્ધ કેસ દાખલ કરી ચૂકયો છે.

તેણે કહયું હતું કે, તે ઓકટોબર મહિનામાં કેટલાક વિડીયો જોવા ઇચ્છતો હતો, પરંતુ જોઇ ન શકયો. સુરિજે પોતાની ર૩ પાનાની અરજીમાં લખ્યું. 'સબટાઇટલ વિના મુકબધિર અને એવા લોકો જેમને ઓછું સંભળાય છે તેઓ વિડીયોનો સંપૂર્ણ આનંદ ઉઠાવી શકતા નથી, જયારે સામાન્ય લોકો આવું કરી શકે છે.'

સુરિજે કહ્યું કે તે ઇચ્છે છે કે પોર્ન વેબસાઇટો સબટાઇટલ આપે અને તેણે અમુક વળતરની પણ માગણી કરી છે. પોર્નહબના વાઇસ પ્રેસિડેન્ટ કોરી પ્રાઇસે એક નિવેદનમાં કહયું કે વેબસાઇટ પર સબટાઇટલવાળું પણ એક સેકશન છે અને તેમણે તેની લિંક પણ આપી છે.

(3:39 pm IST)