દેશ-વિદેશ
News of Friday, 18th January 2019

ટાર્ગેર પૂરો ન કરનાર કર્મચારીઓને કંપનીએ રોડ પર ચોપગી દોડ કરાવી

બીજીંગ, તા.૧૮: ચીનમાં કંપનીઓ કર્મચારીઓ સાથે બહુ આકરી અને અમાનવીય રીતે વર્તે છે એવા એનક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. તાજેતરમાં આ વાતનો પુરાવો આપતો એક વિડિયો ચાઇનીઝ સોશ્યલ મિડિયામાં વાઇરલ થયો છે જેમાં કેટલાક કર્મચારીઓને રોડ પર ટ્રાફિડની વચ્ચે ચાર પગે વાહનોની ખાસ્સી ભીડ મજબૂર કરવામાં આવ્યા છે. રોડ પર વાહનોની ખાસ્સી ભીડ છે અને એની વચ્ચે એક વ્યકિત ઝંડો લઇને ચાલી રહી છે.  અને પાછળ કંપનીના કર્મચારીઓ સૂટ-બૂટ અને ટાઇ પહેરીને ચોપગી ચાલે આવી રહ્યા છે. આ કર્મચારીઓ સવારે ઓફિસ પહોંચ્ચા તો તેમનો ટાર્ગેટ પૂરો ન થયો હોવાથી તેમને સજા  આપવામાં આવશે એવું કહેવામાં આવ્યું ત્યારે તેમને પણ ખબર નહોતી કે તેમની સાથે શુ થશે. જોકે જયારે ઓફિસની બહાર લઇ જઇને તેમને ચારપગે ભાંખોડિયા ભરવાનું કહેવામાં આવ્યુ ત્યારે તેમની પાસે કોઇ ઓપ્શન નહોતો. જોકે થોડીક વારમાં જ સ્થાનિક પોલીસને આ વાતની જાણ થતાં એણે આ સજા રોકવી હતી. ટ્વિટર પર આ ઘટનાનો વિડિયો વાઇરલ થતાં પોલીસે કડક કાર્યવાહી કરી છે અને અત્યારે કંપનીને અસ્થાયી રૂપથી બંધ કરી દેવામાં આવી છે.

(11:33 am IST)