દેશ-વિદેશ
News of Friday, 18th January 2019

નસકોરા બોલાવતા મહેમાનોને જગાડી દેતા હોવાથી ૧૨૩ રોબોની નોકરી ગઇ

ટોકિયો તા.૧૮: જયારથી રોબોનું ચલણ વધશે એવા સમાચાર આવી રહ્યા છે ત્યારથી માણસોની છુટ્ટી થઇ જશે એવો ભય સેવાય છે. જો કે રોબોને કામ રાખવા પણ કંઇ સહેલું કામ નથી એવું જપાનની હાન ના હોટેલને સમજાઇ ગયું છે. આ હોટેલમાં કુલ ૨૪૩ રોબો કામ કરતા હતા. દરવાજા પર દરવાનથી માંડીને રિસેપ્શન અને ઠેર-ઠેર દિશાસૂચન માટે અલગ-અલગ પ્રકારના રોબો તહેનાત હતા. રૂમ-સર્વિસ માટે પણ રોબો જ હતા. હોટેલ-મેનેજમેન્ટને લાગતું હતું કે કદાચ રોબોથી કામ સરળ થઇ જશે, પણ ખરેખર કામ વધી જતું હતું.

કેટલાક રોબો ઓવરસ્માર્ટ થઇ ગયા હતા અને કયારેક નસકોરાં બોલાવીને ઊંઘી રહેલા મહેમાનોનાં મોંમાંથી આવતા અવાજને કંઇક ભળતો જ કમાન્ડ સમજીને તેમને જગાડી દેતા હતા. હોટેલમાં કુલ ૧૦૦ રૂમ હતી, પણ આ રોબો માત્ર ૨૪ રૂમ સુધી જ પહોંચી શકતા હતા. વળી અતિશય વરસાદ કે બરફવર્ષા થાય ત્યારે અચાનક જ રોબો ઠપ થઇ જતા હતા. મહેમાનોની અવારનવાર ફરિયાદ રહેતી હતી કે હોટેલની સુવિધા વિેશે રિસેપ્શન પર ઊભેલા રોબો કરતાં તેમના સીરી, ગુગલ અસિસ્ટન્ટ અને એલેકસા જેવા વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ વધુ સાચા અને ઝડપથી જવાબો આપે છે.

આખરે અડધો અડધ રોબોની છટણી કરી દેવામાં આવી છે.(૧.૬)

 

(10:14 am IST)