દેશ-વિદેશ
News of Friday, 18th January 2019

દારૂની આદત અને ડિપ્રેશનથી મેળવો છુટકારો

ધમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેમાં પણ દારૂની આદત માણસને બીમારીઓના ઘર તરફ લઈ જાય છે. દરરોજ દારૂ પીવાના શોખીનો તેના આ શોખની આડમાં પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છે. કેટલાક લોકો શોખના કારણે દારૂ પીવે છે. તો વળી કેટલાક લોકો પોતાના દુઃખ અને ટેન્શનને ભુલાવવા માટે દારૂનું સેવન કરે છે. હાલમાં મોટા ભાગના લોકો કોઈને કોઈ સમસ્યાના કારણે તનાવગ્રસ્ત હોય છે અને વધારે સમયમાં ટેન્શનના કારણે ડિપ્રેશનનો શિકાર થઈ જાય છે. જ્યારે દારૂ અને વધુ પડતુ ટેન્શન બંને શરીર માટે નુકશાનકારક છે. તે બંને થી લોકો છુટકારો મેળવવા ઈચ્છતા હોય છે.

વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, તેણે એક એવી દવા વિકસીત કરી છે કે જેનાથી આલ્કોહોલ પીવગાની માત્રા ઓછી કરી દારૂની અનદત સંપૂર્ણ રીતે છોડી શકાય છે અને તનાવમાં પણ ઘટાડો લાવી શકાય છે. અભ્યાસ અનુસાર ૨૦૦૦ના દશકામાં દારૂની આદતને ખુબ જ વધારો થયો હતો. એક અભ્યાસમાં દર ૮ વ્યકિતમાંથી એક વ્યકિતને દારૂની આદત હોય છે.

૧૪ કરોડ લોકો તનાવગ્રસ્ત

વૈજ્ઞાનિકોઓ જણાવ્યુ કે, આખી દુનિયામાં લગભગ ૧૪ કરોડ લોકો તનાવગ્રસ્ત છે અને તે દારૂના સેવનથી થતા રોગોપીડિત છે. એવા રોગોના ઈલાજ માટે અમુક જ દવાઓની મંજૂરી મળી છે. આ દવાઓનો હેતુ દારૂ પીવાની ઈચ્છામાં ઘટાડો લાવવો છે. પરંતુ તેનાથી મનોવૈજ્ઞાનિક રોગોનો ઈલાજ થતો નથી.

દારૂની આદત છોડાવનાર દવા

એક અભ્યાસમાં 'જી' પ્રોટીનયુકત 'રિસેપ્ટર' ઉપર વધારે ભાર આપવામાં આવ્યો છે. તેને ડેલ્ટા ઓપિઓયડ રિસેપ્ટર પણ કહેવામાં આવે છે. આ એક એવી અનોખી દવા છે, જેનાથી દારૂ પીવાની ઈચ્છાથી ઘટાડો લાવી શકાય છે. તેની સાઈટ ઈફેકટથી પણ બચી શકાય છે.

 

(9:34 am IST)