દેશ-વિદેશ
News of Tuesday, 17th November 2020

ઓએમજી.... ન્યુયોર્કમાં આ કરિયાણાની દુકાનમાં મળે છે પ્લાસ્ટિકની વસ્તુઓ

નવી  દિલ્હી: ન્યૂયોર્કના પ્રસિદ્ધ પ્લાસ્ટિક બેગ સ્ટોરમાં ગુરુવારથી ખરીદદારી શરૂ થઈ ગઈ છે. બહારથી જોવા પર લોકોને એમ લાગે છે કે તેમાં સામાન્ય દુકાનોની જેમ કરિયાણાનો સામાન હશે, પરંતુ સુશી રોલ અને અનાજના બોક્સ નજીકથી જોઈએ તો ખબર પડે કે આ પ્લાસ્ટિકનો બેગકાડો રોલ અને યુકી શાર્ડ છે, એટલે કે સ્ટોરમાં દેખાઈ રહેલો દરેક સમાન પ્લાસ્ટિકનો છે. બહારથી કોઈ ફળને જોતા એમ લાગે છે કે વાસ્તવમાં ફળ છે, પરંતુ નજીક જતાં ખબર પડે કે એ પણ પ્લાસ્ટિક છે. કેળાં, ટામેટાં, સફરજન, પપૈયા સહિત ઘણાં ફાળોને સ્પર્શ ન કરીએ ત્યાં સુધી એ વાસ્તવિક જેવા લાગે છે, પરંતુ તેને સ્પર્શ કર્યા બાદ હકીકત ખબર પડે છે.

(4:03 pm IST)