દેશ-વિદેશ
News of Sunday, 17th November 2019

પૃથ્વીથી 130 થી 140 પ્રકાશ વર્ષ દુર સોનાનો વિશાળ ભંડાર મળ્યો હોવાનો વૈજ્ઞાનિકોએ દાવો : આ સોનું 20 મીટર કયૂબ ઘનમાં કાપીને રાખી શકાય તેટલું

ન્યુયોર્ક પૃથ્વીથી 130 થી 140 પ્રકાશ વર્ષ દુર સોનાનો વિશાળ ભંડાર મળ્યો હોવાનો વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે . આ બહુમુલ્ય સોના ધાતુંનું નિર્માણ ન્યૂટ્રોન સ્ટાર વચ્ચે ટકકર થવાથી થઇ હતી. આ માટે વૈજ્ઞાાનિકોએ ન્યૂટ્રોન સ્ટાર વચ્ચે થયેલી ટકકરનું બે વર્ષ સુધી અવલોકન કરતા માલૂમ પડયું છે. આ ટકકરથી જ મોટા પ્રમાણમાં સોના અને પ્લેટિનિયમ પેદા થયું છે.

સોનાનો ભંડાર ગેલેકસી એનસીજી 4993માં જોવા મળે છે જે પૃથ્વીથી 130 થી 140 પ્રકાશ વર્ષ દૂર છે. ન્યુટ્રોન સ્ટારની ટકકર 13 થી 14 કરોડ વર્ષ પહેલા થઇ હતી. પૃથ્વી પર જોવા મળતા ગોલ્ડની સરખામણીમાં ગેલેકસી 4993માં પૃથ્વી પરની ખાણોમાંથી અત્યાર સુધી કાઢવામાં આવેલા સોનાના 20 મીટર કયૂબ ઘનમાં કાપીને રાખી શકાય તેટલું સોનું છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર 2017માં જે ટકરાવ જોયો હતો તે 2016માં આજ પ્રકારની ઘટના પર બીજી વાર નિરીક્ષણ કરવા મજબૂર બની ગયા હતા ત્યારે તેમને માલૂમ પડયું કે બે ન્યૂટ્રોન સ્ટાર એક બીજામાં ભળીને કિલોનોવા પેદા કર્યુ હતું. મોટા તારાના વિસ્ફોટ તૂટયા પછી બાકી રહેતા અવશેષોને ન્યૂટ્રોન સ્ટાર કહે છે.

ન્યુટ્રોન સ્ટાર જયારે બ્લેકહોલમાં ભળી જાય છે ત્યારે પણ કિલોનોવાનું નિર્માણ થાય છે. 2016માં થયેલો આ ટકરાવ 2017માં પણ જોવા મળ્યો જેમાંથી પુષ્કળ પ્રમાણમાં સોનું અને પ્લેટિનમ ધાતું પેદા થઇ હતી. વૈજ્ઞાાનિકોનું માનવું છે કે આના આધારે પૃથ્વી પર જોવા મળતા સોનાના જ્થ્થા વિશે જાણી શકશે. આ અત્યંત કિંમતી ધાતું લાખો વર્ષ પહેલા કિલોનોવાનું નિર્માણ થયું તેનું જ પરીણામ છે.

(11:39 am IST)