દેશ-વિદેશ
News of Saturday, 17th November 2018

સોયાબીનનું ઉત્પાદન વધીને 110 લાખ ટન થવાની ધારણા

વાવેતર વિસ્તાર વધવા ઉપરાંત અનુકૂળ હવામાનને કારણે ઉપજ વધશે

રાજકોટ તા; 19 દેશમાં સોયાબીનનું ઉત્પાદન ૧૦૫-૧૧૦ લાખ ટનની થવાની ધારણા છે.પાછલા ત્રણ સીઝન દરમિયાન સરેરાશ ઉત્પાદન ૯૫ લાખ ટનથી ૧૦૦ લાખ ટનની રેન્જમાં જોવા મળ્યું છે. જ્યારે અગાઉની સિઝન દરમિયાન ઉત્પાદન આશરે ૮૩ લાખ ટન જેટલું થયું હતું.ચાલું સિઝન દરમિયાન સોલવેન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોશિએશન ઓફ ઇન્ડિયા(એસઇએ)ના અંદાજ અનુસાર ઉત્પાદન ૧૦૫ લાખ ટનથી ૧૧૦ લાખ ટનની સપાટીએ પહોંચશે

 સોયાબીન પ્રોસેસર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા(સોપા) મુજબ સોયાબીનના વાવેતર વિસ્તારમાં વધારો થયો હોવાથી પાક ૧૧૦-૧૧૫ લાખ ટન સુધી પહોંચવાની ધારણા છે. વર્ષ ૨૦૧૮-૧૯ સીઝનમાં સોયાબીનના પાકના પ્રથમ સર્વેક્ષણમાં સોપાએ ૧૦૮.૪૦ લાખ હેકટરમાં સોયાબીનના વાવેતરનો અંદાજ મૂક્યો છે પાછલા વર્ષની સરખામણીએ આ વિસ્તારમાં ૬.૮૩ લાખ હેકટર એટલે કે ૬.૭ ટકાનો વધારો દર્શાવે છે.

(3:52 pm IST)