દેશ-વિદેશ
News of Saturday, 17th November 2018

ઓક્ટોબરમાં સોનાની આયાતમાં 43 ટકાનું મોટું ગાબડું :હીરા- ઝવેરાતની નિકાસ વધી

રૂપિયામાં ઘસારો થતા આયાત મોંઘી:ઓઇલના ભાવ ઉછળતા બેવડો ફટકો

નવી દિલ્હીઃ ઓક્ટોબરમાં સોનાની આયાત 43 ટકા ઘટીને 1.68 અબજ ડોલર થઈ છે રૂપિયામાં થયેલો ઘટાડો અને ઘટેલી માંગને કારણે આયાત ઘટી હોવાનું મનાય છે

 વાણિજ્ય મંત્રાલયના આંકડા મુજબ સોનાની આયાત ગયા વર્ષના ઓક્ટોબરમા 2.95 અબજ ડોલર હતી.જોકે સોનાની આયાત ઘટવા છતાં ઓક્ટોબરમાં ચાલુ ખાતાની ખાધ વધીને 17.13 અબજ ડોલર પહોંચી છે જે ગયા વર્ષ ઓક્ટોબરમાં 14.61 અબજ ડોલર હતી.

 આયાતની સામે ઝવેરાત ઉદ્યોગની નિકાસ વધી હતી. હીરા અને ઝવેરાતની નિકાસ 5.5 ટકા ટકા વધીને 34.9 અબજ ડોલર થઈ હતી ચાંદીની આયાત ઓક્ટોબરમાં 51.7 ટકા વધીને 52.62 કરોડ ડોલર થઈ હતી.

(3:51 pm IST)