દેશ-વિદેશ
News of Saturday, 17th November 2018

વિશ્વની સૌપ્રથમ અન્ડર ગ્રાઉન્ડ હોટેલ ચીનમાં ખૂલી, એક રાત રહેવાનું ભાડું ૩૫,૦૦૦ રૂપિયા

બીજીગઃ ચીને અત્યાધુનિક ટેકિનક અને આર્કિટેકચરના અદ્ભુત નમૂના જેવી અન્ડરગ્રાઉન્ડ હોટેલ બનાવી છે. ૧૮ માળની આ હોટેલ શાંઘાઇના સોન્ગજિઆન્ગ જિલ્લામાં બની છે. ઇન્ટરકોન્ટિનેટલ શાંઘાઇ વન્ડરલેન્ડ નામની આ ફાઇવસ્ટાર હોટેલની રચના એવી છે કે એના દરેક રૂમમાંથી વહેતું ઝરણું જોવા મળે છે. આ કદાચ વિશ્વની સૌથી ઊંડી હોટેલ હશે, કેમ કે એના ૧૮ માળામાંથી ૧૬ માળ તો જમીનની અંદર છે. માત્ર બે માળ જ જમીનની ઉપર છે. જમીનની અંદરના બે માળ તો પાણીની અંદર એકવેરિયમથી ઘેરાયેલા છે. તમામ રૂમની બારીઓ અન્ડરગ્રાઉન્ડ વેલીમાં ખૂલે છે. સેંકડો ફુટ નીચે ખોદકામ કરીને વેલીની કિનારી પર આખી ઇમારત બનવવામાં આવી છે. આ હોટેલમાં ગેસ્ટ્સની એન્ટ્રી ટોપ ફલોર પરથી થાય છે. ૩૩૬ રૂમ ધરાવતી હોટેેલમાં તમે માગોએ તમામ સુવિધાઓ છે. બન્જી જમ્િંપગ અને રોક-કલાઇમ્બિંગ જેવી એડ્વેન્ચરસ એકિટવિટી કરવી હોય તો એ પણ અહીં થશે. પહેલી ડિસેમ્બરથી આ હોટેલ લોકો માટે ખુલ્લી મુકાશે અને એમાં એક રાત રહેવાનું ભાડું ૩૫,૦૦૦ રૂપિયા છે. આવતા વીકથી એમાં એડ્વાન્સ બુકિંગ શરૂ થશે.

(3:03 pm IST)