દેશ-વિદેશ
News of Wednesday, 17th October 2018

તમારે ટેટુ બનાવવું છે? તો પહેલા આ જરૂર વાંચજો..

હાલના સમયમાં ટેટુ બનાવવું એ એક સામાન્ય વાત છે. મોટા ભાગના લોકો અન્ય લોકોના હાથ, આંગળીયો, ગરદન, છાતી, પીઠ જેવા શરીરના વિવિધ ભાગોમાં ટેટુ જોઇને પોતે પણ ટેટુ બનાવવા  લાગે છે. તેઓ પહેલા તો શોખના કારણે ટેટુ બનાવી લે છે, પરંતુ પછી પસ્તાવો કરે છે. તમને કદાચ ખબર નહિ હોય, પરંતુ ટેટુ બનાવવામાં જેટલો ખર્ચ થાય છે તેનાથી વધુ ખર્ચ તેને (રિમુવ) દુર કરવામાં થાય છે. પરંતુ, તમે ઘરેલુ ઉપાય દ્વારા પણ ટેટુને દુર કરી  શકો છો.

ટેટુ રિમુવર ક્રિમ : લેઝર ટ્રિટમેન્ટ દ્વારા ટેટુને દુર કરી શકાય છે. પરંતુ તેનો ખર્ચ વધારે થાય છે. જેના કારણે તે બધા લોકોને પરવડતુ નથી. તેના બદલે તમે ઘરે ટેટુ રિમુવર ક્રિમનો ઉપયોગ કરી શકો છો. સારી ગુણવતાનુ ક્રિમ જ ખરીદવુ, નહિતર તમારી સ્કિનને નુકશાન થઇ શકે છે.

ઘરે મીઠાવાળા પાણીમાં રૂને પલાળી ટેટુ ઉપર અડધા કલાક સુધી ઘસો. દરરોજ આવુ કરો પરંતુ, અડધા કલાકથી વધારે ઘસવુ નહિ. (પહેલા થોડા ભાગમાં ટ્રાઈ કરવુ. જો લાલાશ કે બળતરા થાય તો આ પ્રયોગ કરવો નહિં)

લેઝર ટ્રિટમેન્ટ : લેઝર ટ્રિટમેન્ટ મોંધી હોય છે. પરંતુ ઘરેલુ ઉપાયની સરખામણીમાં લેઝર ટ્રિટમેન્ટ દ્વારા ઝડપથી ટેટુ દુર કરી શકાય છે. તેના માટે ૩ હજારથી લઇ ૧૦ હજાર રૂપીયા વચ્ચેનો ખર્ચ થાય છે. લેઝર ટ્રિટમેન્ટ કોઇ નિષ્ણાંત પાસે જ કરાવી કારણે કે, તેની આડ અસર પણ ઘણી થાય છે.

 શું તમને ટેટુ દુર કરાવ્યા બાદ ત્યાં નવી ત્વચા આવે છે?

પરમિનેન્ટ ટેટુ દુર કરાવ્યા બાદ ત્વચા દુર થઇ જાય છે. પરંતુ ગભરાવવાની જરૂર નથી. ત્યાં ત્વચા ધીમે-ધીમે આવવા લાગે છે. પરંતુ જો તમે લેઝર ટ્રિટમેન્ટ કરાવી રહ્યા છો, તો નિષ્ણાંતની સલાહ જરૂર લેવી.

 

(9:28 am IST)