દેશ-વિદેશ
News of Tuesday, 17th September 2019

આ તો ગઝબ થયું કહેવાય ..... આ શખ્સે ચાલતી ગાડીનું ટાયર બદલ્યું: ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી: સોશિયલ મીડિયામાં હાલમાં એક ખુબજ મજેદાર વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને સહુ કોઈને વિશ્વાસ કરવું મુશ્કેલ બની જાય છે આ વાયરલ થયેલ વીડિયોમાં જાણવામાં  આવી રહ્યું છે કે એક શખ્સ ચાલતી ગાડીએ ટાયર બદલાવે છે અને કાર રસ્તા પર ઝડપી ગતિથી ચાલી રહી છે.

       વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ વીડિયોમાં રસ્તા વિષે કોઈ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો પરંતુ આ વીડિયોને ભારતીય યુઝર્સે ખુબજ શેર કર્યો છે  આ વીડિયોમાં ઝડપથી કાર ચાલી રહી છે અને એક  શખ્સ ચાલતી ગાડીએ તેનું ટાયર બદલી રહ્યો છે તેમનો આ ગઝબનો અંદાજ જોઈને સહુ કોઈને નવાઈ લાગી જાય તેવી આ ઘટના છે.

(6:05 pm IST)