News of Tuesday, 17th September 2019
ઉત્તર પૂર્વ અમેરિકામાં બિલ્ડિંગમાં થયેલ વિસ્ફોટની ઘટનામાં એક કર્મચારીનું મોત: 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
નવી દિલ્હી: ઉત્તર પૂર્વ અમેરિકાના ફાર્મિન્ગટનમાં સોમવારના રોજ એક બિલ્ડિંગમાં વિસ્ફોટ થવાની ઘટનામાં એક કર્મચારીનું મોત નીપજ્યું છે તેમજ અન્ય 6ને ગંભીર રીતે ઇજા પહોંચી છે. ફાર્મિંગટન પોલીસ વિભાગે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટના સવારના સમયે એ સમયે બની હતી જયારે દમકલકર્મી ગેસ લીકેજ થવાની ફરિયાદ પછી ત્યાં પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં એક દમકલકર્મીનું મોત નીપજ્યું છે. તેમજ અન્ય 6ને ગંભીર રીતે ઇજા પહોંચી છે. ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં ઘણા બધા મકાનો તેમજ બિલ્ડીંગોને નુકશાન પહોંચ્યું છે.
(6:00 pm IST)