દેશ-વિદેશ
News of Tuesday, 17th September 2019

અફઘાનિસ્તાનના પરવાન પ્રાંતમાં વિસ્ફોટની ઘટનામાં 24ના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પરવાન પ્રાંતમાં મંગળવારના રોજ થયેલ એક વિસ્ફોટની ઘટનામાં 24 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 31 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. આ વિસ્ફોટ રાષ્ટ્રપતિ અશરફ ગનીની એક ચુનાવ રેલી દરમ્યાન થયો હતો.

       મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મૃતક લોકો બધા રાષ્ટ્રપતિ સમર્થકના હતા. પ્રાંતીય સરકારી સ્વાસ્થ્યના અધિકારી  અબ્દુલ કાસીમ સંગીને  આ વાતની માહિતી આપી હોવાનું માલુમ પડી રહ્યું છે. 31 લોકોને આ હુમલામાં ગંભીર રીતે ઇજા પહોંચી છે. 

(5:59 pm IST)