દેશ-વિદેશ
News of Tuesday, 17th September 2019

પુરૂષોના દેખાવને આકર્ષક બનાવશે આ ફેશન ટિપ્સ !

સામાન્ય રીતે ફેશનને ફકત મહિલાઓનો વિષય માનવામાં આવે છે પરંતુ, આવું વિચારવું યોગ્ય નથી. જેમ સ્ત્રીઓની ફેશન છે તેમ પુરૂષોની ફેશન પણ છે. મોટાભાગના પુરૂષો આ તરફ ધ્યાન આપતા નતી અને ફકત સેટ ફોર્મેટમાં પેન્ટ-શર્ટ પહેરીને બહાર નીકળે છે. પરંતુ, નાની-નાની બાબતોને ધ્યાનમાં રાખીને, તમે પણ પહેલા કરતા વધારે આકર્ષક અને સ્ટાઈલિશ દેખાઈ શકો છો.

. જો તમે સૂટ ખરીદી રહ્યા છો, તો તૈયાર લેવા કરતા સીવડાવવાનું પસંદ કરો, આમ કરવાથી ફિટિંગ એક દમ પરફેકટ આવશે.

. શર્ટની ખરીદી કરતા પહેલા તેને પહેરીને એક વાર બેસીને પણ જોઈ લો. કારણકે ઘણી વખત આપણે ફિટિંગવાળો શર્ટ લઈએ છીએ પણ પછી બેસતી વખતે શર્ટ ઊંચો થઈ જતો હોય છે. માઠે ફિટિંગનું ધ્યાન રાખવું ખુબ જરૂરી બની જાય છે.

. ઘણા લોકો બેલ્ટને વાળી નાખે છે પરંતુ, આમ કરવાથી બેલ્ટ પર નિશાન આવી જશે અને તે ખરાબ લાગશે. માટે હંમેશા બેલ્ટને લટકાવીને જ મુકો.

. તમારા જૂતા ભલે પગમાં હોય પરંતુ, તે તમારા દેખાવમાં મહત્વની ભૂમિકા ભજવે છે માટે હંમેશા સારી ગુણવત્તાના અને યોગ્ય આકારના જૂતા જ ખરીદો.

. ટાઈ પહેરતી વખતે ધ્યાન રાખો કે ટાઈ ન તો બહુ નાની કે બહુ મોટી જ હોય. ટાઈ હંમેશા તમારા બેલ્ટના બહલને સુધી પહોંચે એવી રીતે જ બાંધો.

. જો તમે શર્ટની બાંય ફોલ્ડ કરો છો, તો તમારે તેને ફોલ્ડ કરવાની યોગ્ય રીત જાણવી જ જોઈએ. શર્ટની બાંયને હંમેશા તેના કફના આકામાં જ ફોલ્ડ કરવી જોઈએ.

(10:16 am IST)