News of Monday, 17th September 2018
અમેરિકાઃ ફ્લોરેન્સ વાવાઝોડાએ 17 લોકોનો ભોગ લીધો: વિલ્મિંગટન પાણીમાં ગરકાવ
કુદરતનો ખૌફ ઉતર્યો હોય એમ એક બાજુ ફિલિપીન્સમાં માંગખુટ વિનાશ વેરી રહ્યુ છે. ત્યારે બીજી બાજુ અમેરિકામાં ફ્લોરેન્સ વાવાઝોડાએ પણ ભારે વિનાશ વેર્યો છે. કેરોલિનામાં સતત વરસાદના કારણે અત્યાર સુધીમાં 17 લોકોના મોત થઈ ચૂક્યા છે. વાવાઝોડાના કારણે વિલ્મિંગટન શહેર પાણીમાં ગરકાવ થઈ ગયુ છે. જો કે આજે સોમવારે વાવાઝોડાનું જોર ઘટ્યુ છે.
(10:25 pm IST)