દેશ-વિદેશ
News of Monday, 17th September 2018

વિશ્વ પ્રસિદ્ધ ‘ટાઇમ’ મેગે‌ઝિનનો રૂપિયા 14 અબજમાં થયો સોદો

 

અમેરિકન મીડિયા કંપની મેરેડીથ કોર્પોરેશને દુનિયાના મશહૂર ટાઇમ મેગેઝિનને વેચી દીધું છે. મેરેડીથ કોર્પોરેશને અંગે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે સેલ્સફોર્સના સહસંસ્થાપક માર્ક બેનોફ અને તેમનાં પત્ની મેગેઝિનના માલિક બનશે. મેરેડીથ કોર્પોરેશને જણાવ્યું હતું કે ટાઇમ મેગેઝિનનો સોદો 190 મિલિયન ડોલર એટલે કે રૂપિયા 14 અબજમાં થયો છે.

(9:18 pm IST)