દેશ-વિદેશ
News of Monday, 17th September 2018

પાકિસ્તાનમાં ટ્રેન પાટા પરથી ઉતરી જતા 20ને ઇજા

નવી દિલ્હી: પાકિસ્તાનના પંજાબમાં એક યાત્રી ટ્રેનના આંઠ ડબ્બા પાટા પરથી ઉતરી જવાના કારણે ઓછામાં ઓછા 20 લોકોને ઇજા પહોંચી છે.એક સમાચાર અજેન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મિયાવાલી અને અટકના રસ્તા પરથી પેશાવર જઈ રહેલ ટ્રેન મિયાવાલી જિલ્લામાં કાલાબાગ નજીક પાટા પરથી ઉતરી ગઈ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:32 pm IST)