દેશ-વિદેશ
News of Monday, 17th September 2018

અમેરિકામા મૃતક આંક વધીને 13એ પહોંચ્યો

નવી દિલ્હી: અમેરિકાના પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તાર પર ત્રાટકેલા પ્રચંડ ફ્લોરેન્સ તોફાનના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૧૩ ઉપર પહોંચી ગઈ છે. હજુ ભારે વરસાદ જારી રહેવાની શક્યતા છે. પુરની સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે. ફ્લોરેન્સ તોફાને ઉત્તરીય કેરોલીનામાં કેટેગરી એકની તીવ્રતા સાથે શુક્રવારે એન્ટ્રી કરી હતી. હજુ પણ ૭૯૬૦૦૦ ઘરમાં વિજળીની વ્યવસ્થા નથી.

દક્ષિણ અને ઉત્તર કેરોલીના, જ્યોર્જિયા, વર્જિનિયા અને મેરિલેન સહિતના વિસ્તારમાં ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે સોમવારના દિસે પણ આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. ૨૦થી ૩૦ ઇંચ વરસાદ થઇ ચુક્યો છે. અલબત્ત ફ્લોરેન્સ હવે ડિપ્રેશનમાં નબળું પડ્યું છે પરંતુ ભારે વરસાદ જારી રહી શકે છે. રડાર ઇમેજથી જાણવા મળી રહ્યું છે કે, ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

(5:28 pm IST)