દેશ-વિદેશ
News of Monday, 17th September 2018

ફિલિપીન્સના આ ટાપુ પર દર ૩ ઘરે ૧ ટ્વિન્સ છે

ફિલિપીન્સ, તા.૧૭: દુનિયામાં કેટલાંક ખાસ સ્થળો એવાં છે.  જયાં જોડિયાં બાળકોની સંખ્યા આશ્ચર્યજનક રીતે ઘણી વધુ છે. ફિલિપીન્સનો અલાબેટ ટાપુ પણ એમાંનો એક છે. માત્ર હજાર લોકોની વસ્તીમાં અહીં ૧૦૦ જોડિયાં બાળકો છે. સરેરાશ ગણીએ તો લગભગ દર ત્રણ ઘરમાં એક ટેવિન્સ જોવા મળે. આ ૧૦૦ માંથી ૭૮ નોન-આઇડેન્ટિકલ ટ્વિન્સ છે. અને બાવીસ આઇડેન્ટિકલ ટ્વિન્સ જોવા મળે.  ટ્વિન બાળકો શરીરથી જોડાયેલાં પણ છે. અલાબેટ ટાપુ પર જોડિયાં બાળકો જન્મવાનો સિલસિલો કંઇ આજકાલનો નથી. આ ગામમાં સૌથી વયસ્ક ટ્વિન બહેનો ૮૬ વર્ષની છે. હા, છેલ્લા ચાર દાયકાથી અહીં જોડિયાં બાળકો જન્મવાનું પ્રમાણ ઘણું વધી ગયું છે. સૌથી યંગેસ્ટ ટ્વિન્સ ચાર મહિનાનાં છે. જોડિયાં બાળકોને એકબીજા જેવાં જ કપડાં પહેરવાનો શોખ છે.

(3:41 pm IST)