૬૮ વર્ષથી આ કપલ રોજ એકબીજાને મેચિંગ કપડા જ પહેરે છે
ન્યુયોર્ક તા. ૧૭ :.. અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા ફ્રાન્સિસ અને રોઝમેરી કલોન્ઝનાં લગ્નને ૬૮ વર્ષ પુરા થશે. તેમના આટલા લાંબા અને હેપી લગ્ન નજીવનનું રાઝ એ છે કે તેઓ રોજ હંમેશાં એકબીજાની સાથે મેચિંગ હોય એવા જ કપડાં પહેરતા આવ્યા છે. ફ્રાન્સિસનું કહેવું છે કે આ મેચિંગ કપડાનું ભૂત કંઇ લગ્ન પછી જ ચડયું'તું એવું નથી. તેઓ જૂનીયર હાઇસ્કુલમાં સાથે ભણતા હતા ત્યારે પણ કપડાંના કલર અને શેડ સુધ્ધાં મેચ કરવાની કોશીશ કરતાં. લગ્ન પહેલાં રોઝમેરીની મમ્મી તેમને મેચિંગ કપડાં બનાવી આપતી હતી અને લગ્ન પછી રોઝમેરી ખુદ બન્ને માટે કપડાં ડિઝાઇન કરતી અથવા તો નવા ખરીદતી. રોઝમેરી રોજ તેને જે કપડાં પહેરવા આપે એ ફ્રાન્સિસ પહેરી લે. તેઓ ઘરમાં જ રહેવાનાં હોય તો પણ તેમના કપડામાં મેચિંગ હોય જ. બાકી, ચર્ચમાં જવાનું હોય, ખરીદી કરવાની હોય કોઇ કોઇ સોશ્યલ ફંકશનમાં જવાનું હોય ત્યારે તો શેડસ સુધ્ધાં મેચ થાય જ થાય.