દેશ-વિદેશ
News of Friday, 17th August 2018

અમેરિકન કોંગ્રેસમાં ગ્રીન કાર્ડ મર્યાદાને દૂર કરતો ખરડો પસાર : ભારતીયો ખુશ

ત્રણ લાખ ભારતીય અરજદારોની અરજીનો નિકાલ ઝડપથી થશે

વોશિંગ્ટન તા. ૧૭ : ત્રણ લાખ કરતા વધુ ભારતીયોના પડતર કેસ હવે કિલયર થાય તેવા ગ્રીન કાર્ડ પરની મર્યાદાને દૂર કરતા એક ખરડાને યુએસ કોંગ્રેસે જુલાઇમાં પસાર કર્યાના થોડા સમયમાં જ એક એવી જગ્યાએથી વિરોધનો સૂર ઉઠયો હતો જેણે કહ્યું હતું કે, અમારી સાથે અન્યાય થયો છે. કાયમી નિવાસ માટે રાહ જોઇ રહેલા ઇરાનીઓએ આનો વિરોધ કર્યો હતો. નેશનલ ઇરાનીયન અમેરિકન કાઉન્સિલ દ્વારા એવી દલીલ કરાયેલી કે આનાથી તો ભારતીય અને ચીનાઓને જ ફાયદો થશે, ઇરાન જેવા નાના દેશના અરજદારોને નહીં.

આ સાથે સોશિયલ મીડિયામાં પણ સ્પષ્ટ પણે કેટલાક લોકો એ કોમેન્ટ કરી હતી. જેમાં અમેરિકન અધિકારીઓ અને સાંસદો પર વસાહતી કટ્ટરવાદીઓ અને મોટી સંખ્યામાં અમેરિકા આવી નોકરીઓ પચાવી પાડનાર અને અમેરિકાનું ભારતીયકરણ ભારતીયોને ગાળો દેનાર લોકોનો સમાવેશ થતો હતો. ડેલી કોલરે પોતાના અહેવાલમાં લખ્યું હતું કે આ ખરડાનો વિરોધ કરવા ઇરાનીયનોને વસાહત વિરોધી અમેરિકનો તરીકે ગણવામાં આવ્યા હતા.

આ વેબસાઇટે ઓનલાઇન ગ્રુપમાં પ્રવેશ કરીને પોતાની જાતને ઇરાની તરીકે દર્શાવી બનાવટી એકાઉન્ટથી કેટલીક પોસ્ટ કરી હતી.

(3:44 pm IST)