દેશ-વિદેશ
News of Friday, 17th August 2018

તમે જે જીન્સ પહેરો છો, તેનો ઇતિહાસ જાણો છો?

એક જમાનામાં ઘડીયાર રાખવાની ફેશનને ધ્યાને રાખીને જીન્સમાં રાખવામાં આવ્યા હતા નાના ખીસ્સા

તમે જાણીને હેરાન રહી જશો કે જીન્સના ખીસ્સામાં એક જમાનામાં લોકો ઘડીયાર રાખતા હતા. ઘડીયાર રાખવાની ફેશનને ધ્યાને રાખીને જીન્સમાં નાના ખીસ્સા રાખવામાં આવ્યા હતા.

જીન્સ બનાવવાની કંપની લેવી સ્ટ્રોસ જેને આપણે લિવાઈસના નામે ઓળખીએ છીએ, તેને નાનુ ખીસ્સુ બનાવ્યુ હતું. આ નાના ખીસ્સા સામાન્ય પોકેટ (ખીસ્સુ) નથી, તેને વોચ પોકેટ કહેવામાં આવતુ હતું. આ પોકેટને ૧૮મી (શપ્દામી)માં બનાવવામાં આવ્યું હતું.

જે ૧૯મી સદીનાના અંતમાં ફેમસ થયુ હતું. નોર્થ અમેરીકામાં ફાર્મમાં જાનવરોની સંભાળ રાખવા અને તેને હાંકવાવાળાને કાઉબોયઝ કહેવામાં આવે છે.

જે ઘોડા ઉપર સવાર થઈને પોતાના કામને અંજામ આપતા હતા. સૌથી પહેલા આ કામ સ્પેનમાં શરૂ થયું હતું. જે ત્યારબાદ ધીમે-ધીમે કેટલાય યુરોપીય દેશો અને અમેરીકામાં પહોંચ્યું.

કાઉબોયઝ પોતાના વેસ્ટકોટ પર ચેનવાળી ઘડીયાળ પહેરતા હતા. તે તૂટે નહિં તે માટે લિવાઈસે આ નાનુ ખિસ્સુ પેન્ટમાં આપવાનું શરૂ કર્યુ હતું. આ નાના  ખિસ્સાની લીંક ઈતિહાસથી છે. કહેવાય છે કે લેવી સ્ટ્રોસ નામની કંપનીએ આ ખિસ્સાની શરૂઆત કરી હતી. લેવી સ્ટ્રોસ નામની આ કંપનીને સ્મઅપેના નામથી ઓળખવામાં આવે છે.

મજુરી કરનાર આ લોકો માટે  જીન્સ તૈયાર કરવામાં આવ્યું હતુ, જે આજે ફેશનમાં છે. જીન્સની સીલાઈ મજબુત એટલા માટે હોય છે કારણ કે તે જલ્દી ફાટે નહિં. જીન્સ એક પ્રકારનું ટ્રાઉઝર છે જે જેકબ ડબલ્યુ ડેવિસે લિવાઈસ કંપની સાથે મળીને વર્ષ ૧૮૭૧માં બનાવ્યું હતું.

(9:12 am IST)