દેશ-વિદેશ
News of Wednesday, 17th July 2019

તમારૂ પોતાનું ટેબલ લઇને આવો અને ફ્રીમાં જમો

લંડનમાં સેલિબ્રિટી શેફે કર્યો પ્રયોગ

લંડન તા.૧૭ : સામાન્ય રીતે મોટા અને જાણીતા શેફની રેસ્ટોરાં હોય તો ત્યા પહેલેથી ટેબલ બુક કરાવી રાખવાની પ્રથા હોય છે. જોકે જાણીતા ઈટાલિયન શેફ જેનેરો કોન્ટેલોએ  થોડાક દિવસ પહેલા લંડનમાં એક અનોખુ પોપ-અપ રેસ્ટોરાં ખોલ્યુ હતુ. આ રેસ્ટોરાંનુ નામ હતુ ટ્રેટોરિયા બિરા મોરેટી . આ ઈટાલિયન શબ્દનો અંગ્રેજી અનુવાદ થાય બ્રિન્ગ યોર ઓન ટેબલ . જેનેરો કોન્ટેલાના હાથનુ બનેલુ ખાવુ એ ફૂડરસિયાઓ માટે બહુ મોટા અવસર સમાન કહેવાય છે ત્યારે ભાઇસાહેબે લોકોને આ પોપ-અપ રેસ્ટોરાંમાં ફ્રીમાં ખાવાનુ આમંત્રણ આપેલુ . એમા કેચ એક જ હતો કે મહેમાનોએ પોતાનુ ટેબલ સાથે ઉપાડીને લાવવાનુ . આ રેસ્ટોરાંમાં એક વિશાળ ખાલી રૂમ અને કિચન એમ બે જ ચિજો હતી. મહેમાનોએ  ફોલ્ડીંગ અને જેટલા મહેમાન  હોય  એટલાને જ એડજસ્ટ કરતુ ટેબલ પોતાની સાથે લઇ આવવાનુ. પહેલી નજરે અત્યંત વિચિત્ર ।ાગતી આ વાત  સાંભળીને આપણને થાય કે થાળી-વાટકી કહે તો હજીયે સમજાય , પણ કોઇ પોતાનુ ટેબલ લઇને થોડુ ખાવા જતુ હશે? નવાઇની વાત એ છે કે આ પોપ-અપ રેસ્ટોરાં ખાવા માટે લિટરલી લોકો લાઇન લગાવીને ઉભા થયેલા. કોઇ પ્લાસ્ટીકનું તો કોઇ આઈકિયાનુ લાકડા અને ધાતુનુ ફોલ્ડીંગ ટેબલ અને ખુરસી લઇને આવ્યા તેમને ફ્રીમાં સિકસ-કોર્સ મીલ ખવડાવવામાં આવ્યુ હતુ . આ પોપ- અપ રેસ્ટોરાં  એક વીક માટે જ હોવાથી  હવે એ સમેટાઇ ગઇ છે. પણ જેનેરોને ફરીથી આવા કોન્સેપ્ટ સાથે પોતાના શહેરમાં રેસ્ટોરાં ખોલવાની ઘણી ઓફરો મળવા લાગી છે.

(3:26 pm IST)