દેશ-વિદેશ
News of Friday, 17th June 2022

અમેરિકન સેનાનું નવું હથિયાર બની શકે છે આ ઊડતી કાર

નવી દિલ્હી: વિકાસ અને સશસ્ત્ર સેના માટે હથિયારો મેળવવા માટે ગુપ્તતાના વાતાવરણ વચ્ચે આ સર્વવિદિત અને અનુમોદિત વાત છે કે, અમેરિકન વાયુસેના બેટરી સંચાલિત વર્ટિકલ ટેકઓફ એન્ડ લેન્ડિંગ એરક્રાફ્ટ અથવા eVTOLને પોતાની ફ્લીટમાં સામેલ કરવા માટે પ્રયાસરત છે અને હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે, અમેરિકન વાયુસેના આ ઊડતી કાર તરીકે ઓળખાતા eVTOL વાહનોને ટ્રાયલ બેઝ પર પોતાની ફ્લીટમાં સામેલ કરવાની નજીક છે. વાયુસેના આ ઊડતી કારોને શત્રુ દેશોના ક્ષેત્રમાં વિશેષ અભિયાનો માટે મોકલવાની સંભાવના અને ક્ષમતા ચકાસવા માગે છે. અમેરિકન વાયુસેનાનો એજિલિટી પ્રાઇમ પ્રોગ્રામ મુખ્યત્વે eVTOL અને તેનો યુદ્ધની સ્થિતિમાં ઉપયોગ કરવા પર કેન્દ્રિત છે. ડિફેન્સ ન્યૂઝ નાઉના અહેવાલો અનુસાર અમેરિકન વાયુસેના હાલ આ વાહનોને ખરીદવાના તેના હેતુની નજીક છે જે વાહનોને ઊડતી કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે આવા 66 eVTOL વાહનોને ઉપયોગમાં લેવાની તૈયારી છે. જેમાં જવાનોને શત્રુઓના વિસ્તારમાં લઇ જવા કે મોકલવા માટે, રેસ્ક્યૂ મિશન અથવા તો પરંપરાગત સૈન્ય હેલિકોપ્ટરને મોકલવા જોખમી હોય તેવી સ્થિતિમાં eVTOL વાહનોનો ઉપયોગ કરવાની સંભાવનાની ચકાસણી કરવામાં આવનાર છે.

 

(8:00 pm IST)