દેશ-વિદેશ
News of Thursday, 17th June 2021

ઇંડોનેશિયામાં 6.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ઇન્ડોનેશિયાના માલુકુ પ્રાંતમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે રિક્ટર પૈમાના પર તેની તીવ્રતા 6.1ની માપવામાં આવી છે. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી પણ આપવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે. એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ભૂકંપના જટકાના કારણોસર લોકોના ઘરને ખુબજ નુકશાન પહોંચ્યું છે તેમજ ઘણા ઘર તો સંપૂર્ણ રીતે નષ્ટ  થઇ ગયા છે. લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:52 pm IST)