દેશ-વિદેશ
News of Thursday, 17th June 2021

ચીનનું સ્પેશક્રાફ્ટ ત્રણ અવકાશયાત્રી સાથે રવાના થયું હોવાની માહિતી

નવી દિલ્હી: ચીનનુ સ્પેશક્રાફટ ત્રશ અવકાશયાત્રીને લઈને આજે સવારે રવાના થયુ હતું. પૃથ્વીની કક્ષામાં સ્પેશ સ્ટેશનનું નિર્માણ કરવા ચીન દ્વારા આવતા વર્ષ સુધીનો ટારગેટ નકકી કરવામાં આવ્યો છે.સ્ટેશન નિર્માતા માટેનું પ્રથમ મીશન છે. ત્રણેય અવકાશયાત્રી કોર મોડયુલ તરીકે તૈનાત રહેશે અને ત્રણ મહિના સુધી અંતરીક્ષની કક્ષામાં રહેશે અને તે દરમ્યાન સ્પેશ સ્ટેશન નિર્માતા પર દેખરેખ રાખશે. ચીન દ્વારા અંતરીક્ષ સ્ટેશનનાં નિર્માણ પુર્વે કુલ 11 મીશન નકકી કરવામાં આવ્યા છે તેમાંથી ત્રણ મોડયુલ માટે હશે. ચાર કાર્ગો સ્પેશશીપ તથા ચાર ક્રૂ મેમ્બર તરીકે મોકલાશે. સ્પેશ સ્ટેશનમાં એક રોબોટીક આર્મ પણ લગાવાશે તે સામે અમેરીકાએ ચિંતા વ્યકત કરી છે. આર્મનો ઉપયોગ સૈન્ય ગતિવિધી માટે થવાની આશંકા છે.

(5:52 pm IST)