પ્રેમભગ્ન યુવતીએ દારૂ ઢીંચીને પ્લેનની બારી તોડી નાખતાં ઇમજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું
બીજીંગ,તા.૧૭ : ચીનમાં પ્રેમભંગથી હતાશ યુવતીએ પ્લેનની બારી તોડી નાખતાં ફ્લાઈટનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. પ્રેમી તરફથી દગો થતાં યુવતી રોષે ભરાઈ હતી અને પ્રેમની નિષ્ફળતાના ક્રોધમાં તેણે મુક્કા મારી મારીને પ્લેનની બારી તોડી તાખી હતી. રપમી મેએ યાન ચેંગથી જીનિંગ તરફ જતી એક ડોમેસ્ટિક ફ્લાઇટમાં એ ઘટના બની હતી. પ્રેમીએ દગો દીધા પછી યુવતીએ ચીનની સ્થાનિક બનાવટનો ૩૫ થી ૬૦ ટકા આલ્કોહોલ ધરાવતો એક લિટર શરાબ પીધો હતો. હતાશા અતે શરાબના નશામાં યુવતીની માનસિક હાલત આંનિયંત્રિત બની ગઈ હતી.
ચીની સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ વેઇબોમાં પોસ્ટ કરવાામાં આવેલી તસ્વીરોમાં પ્રેમમાં નિષ્ફળતાને કારણે ભાંગી પડેલી લી નામની ૨૯ વર્ષની ચીની યુવતી પ્લેનમાં બેઠા પછી ખોબામાં મોટું સંતાડીને ધ્રુસકે-ધુસકે રડતી હતી. ત્યાર પછી તે પ્લેનની બારી પર મુક્કા મારવા માંડી હતી. આસપાસના સાથી મુસાફરો અને કેબિન-ફુએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એટલા વખતમાં લી બારીનો થોડો ભાગ તોડી ચૂકી હતી. એ ઘટનાને કારણે યાન ચેંગથી જીનિંગ તરફ જતી ડોમેસ્ટિક ફ્લાઈટે ઝેન્ગઝો શહેરના વિમાનમથક પર ઇમર્જન્સી લેન્ડિંગ કરવાની કરજ પડી હતી.