દેશ-વિદેશ
News of Tuesday, 17th May 2022

અમેરિકી ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ શૃંખલા મેકડોનાલ્ડે રશિયાના યુક્રેન પર આક્રમણ બાદ રશિયામાં પોતાનો કારોબાર વેચીને બંધ કરવાની શરૂઆત કરી

નવી દિલ્હી: અમેરિકી ફાસ્ટ ફૂડ રેસ્ટોરા શૃંખલા મેકડોનાલ્ડે સોમવારે જણાવ્યું હતું કે રશિયાના યુક્રેન પર આક્રમણ બાદ રશિયામાંપોતાનો કારોબાર વેચીને બંધ કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. રશિયામાં મેકડોનાલ્ડના 850 રેસ્ટોરા છે, જેમાં 62000 કર્મચારીઓ કામ કરે છે. મેકડોનાલ્ડનાં રેસ્ટોરા અસ્થાયી રુપે રશિયામાં બંધ થઇ રહ્યા છે ત્યારે તે તેના કર્મચારીઓને પગાર આપવાનું ચાલુ રાખશે. મેકડોનાલ્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી ક્રિસ કેમ્પજિસ્કીએ મેક ડોનાલ્ડસલોકોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે વૈશ્ર્વિક સમુદાયને લઇને અમારી પ્રતિબધ્ધતા છે અને અમારે અમારા મૂલ્યો પર દ્રઢ રહેવું જોઇએ. યુક્રેન હુમલા બાદ રશિયામાંથી બહાર નીકળનારી મેકડોનાલ્ડ પશ્ચીમની એક પ્રમુખ કંપની છે. કંપનીએ સોમવારે જણાવ્યું હતું કે તે એ બાબતની સંભાવનાઓ શોધી રહી છે કે કોઇ રશિયન ખરીદાર આ શ્રમિકોને કામ પર રાખી લે. કંપનીએ જણાવ્યું હતું કે સંભવિત ખરીદાર ન ખરીદે ત્યાં સુધી તે કર્મચારીઓને પગાર ચૂકવતી રહેશે. મેક ડોનાલ્ડસે સંભવિત ખરીદારની ઓળખ નથી બતાવી.કેમ્પજિસ્કીએ કહ્યું હતું કે અમારે અમારા રેસ્ટોરામાં કામ કરતા 62000 કર્મચારીઓ અમારા વ્યવસાયનું સમર્થન કરનારાઓ સેંકડો રશિયન પુરવઠો ઉપલબ્ધ કરનારાઓ અને અમારા સ્થાનિક ફ્રેન્ચાઈઝી પર અસાધારણ રીતે ગૌરવ છે.

(6:09 pm IST)