દેશ-વિદેશ
News of Friday, 17th May 2019

દક્ષિણ અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલામાં 17 પોલીસકર્મીના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનન દક્ષિણી હેલમંડ પ્રાંતની રાજધાની લશ્કર ગહના  બહારના વિસ્તારમાં તાલિબાની  સાથે લડાઈ દરમ્યાન ભૂલથી થયેલ હવાઈ હુમલામાં 17પોલીસકર્મીઓને મોત  નિપજ્યા છે પ્રાંતીય પરિષદના પ્રમુખ અતાઉલ્લાહ અફઘાની જણાવ્યું છે કે હુમલો બુધવારના રોજ થયો હતો જયારે અફઘાન પોલીસ શહેરની નજીક તાલિબાન સાથે જંગ લડી રહ્યા હતા આ હુમલામાં 14 પોલીસ કર્મીને ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે.

(5:21 pm IST)