દેશ-વિદેશ
News of Friday, 17th May 2019

આફ્રિકાના નેશનલ પાર્કમાં સિંહણોનો 'કિવન્સ' આલ્બમ પોઝ

ટાન્ઝાનિયાના સેરેંગેટી નેશનલ પાર્કમાં તાજેતરમાં સિંહણોનું એક જૂથ કેમેરે કેદ થયું હતું જેમાં તેઓ જાણીતા ૧૯૭૫ના પોપ આલ્બમ કવીન્સ ઓહેમિયન રેપસોડીના પોઝામાં જોવા મળ્યા હતા. સિંહણોનું આ જૂથ મુકોમા ઓફ મિસ્ચિફ તરીકે ઓળખાય છે. આ જૂથમાં એક માતા સિંહણ છે જયારે બાકીના ચાર તેના બચ્ચાં છે. આ ચાર બચ્ચાઓમાંથી એક ઝાડીમાં એવી રીતે છુપાયું છે કે તેને સ્પષ્ટ રીતે જોઇ શકાતું નથી. તેના કારણે જ બાકીની ચાર સિંહણોનું જૂથ કવીન્સ બોહોમિયન પોઝમાં જણાતું હતું. ડેનિયલ રોસેગ્રેન નામના ફોટો ગ્રાફરે જીવનમાં કયારેક જ લેવા મળતી આવી દુર્લભ તસ્વીરને કેમેરામાં કેદ કરી હતી.

(1:11 pm IST)