દેશ-વિદેશ
News of Friday, 17th May 2019

બિલાડીએ અડધા ચાવીને મળમાં કાઢી નાખ્યાં હોય એવાં બીન્સમાંથી બનેલી કોફી વેચાય છે કેલિફોર્નિયામાં

ન્યુયોર્ક તા. ૧૭: અમેરિકાના કેલિફોર્નિયામાં કલેચ કોફી સેન્ટર્સ નામની કોફી શોપમાં કોફીનો એક મગ ૭પ ડોલર એટલે કે લગભગ પ૭પ૦ રૂપિયામાં વેચાય છે. કંપનીએ થોડા સમય પહેલાં સેન ફ્રાન્સિસ્કોમાં આ કોફીનું ટેસ્ટિંગ લોકો માટે ખુલ્લું મૂકયું હતું. માત્ર એક કપ કોફી સાડાપાંચ હજારથીયે વધુ મોંઘી હોવાનું કારણ એ છે કે એમાં વપરાયેલાં બીન્સ ખાસ પનામાંથી આયાત કરવામાં આવ્યાં છે. ખાસ જંગલી બિલાડીને ખવડાવેલાં આ કોફી બીન્સ છે. મોટા ભાગે બિલાડી કોફીનાં બીજ અધકચરાં ખાઇને મળમાં કાઢી નાખે છે. મળમાં નીકળેલાં બીન્સને વીણી, સુકવીને પ્રોસે કરીને આ ખાસ કોફી બની છે જેને કોપી લુઆક કોફી કહેવાય છે. પનામામાં તાજેતરમાં ઘણા વખત પછી આ કોફીનો માત્ર પ૦ કિલો જેટલો માલ તૈયાર થયેલો જે બધો આ કંપનીએ ખરીદી લીધો છે અને એમાંથી એક-એક મગ સોનાના ભાવે કોફી વેચાય છે.

(11:33 am IST)