દેશ-વિદેશ
News of Thursday, 17th May 2018

નાસાના બે ફ્લાઇટ એન્જીનીયરોએ 6 કલાકમાં પૂરું કર્યું સ્પેસવોક

નવી દિલ્હી:અમેરિકાની અંતરિક્ષ  એજન્સી નાસાના બે ફ્લાઇટ એન્જીનીયરોએ બુધવારના રોજ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન બહાર આ વર્ષનું પાંચમું સ્પેસવોક પૂર્ણ કરી લીધું છે સમાચાર એજન્સી સિન્હુઆ દ્વારા મળેલ માહિતી મુજબ ડ્યું ફ્યુસ્ટેલ અને ઓરેનોલ્ડએ અમેરિકી પૂર્વી સમયાનુસાર 2 વાગ્યેને 10 મિનિટે પોતાનું સ્પેસવોક પૂર્ણ કરી લીધું હતું જે 6 કલાક અને 31 મિનિટમાં પૂરું થતું હતું.નાસાએ આ સ્પેસવોકનું લાઈવ ટેલિકાસ્ટ પણ કર્યું હતું.

(6:41 pm IST)