દેશ-વિદેશ
News of Thursday, 17th May 2018

જાપાનમાં ભૂકંપના તેજ ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: જાપાનમાં ગુરુવારના રોજ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે રિક્ટર પૈમાના પર ભૂકંપની તીવ્રતા 5.3ની આંકવામાં આવી છે ભૂકંપના કારણે હજુ સુધી કોઈ પણ પ્રકારની નુકશાની થઇ હોય તેવું જાણવામાં આવી રહ્યું નથી મોસમ વિજ્ઞાન એજન્સીએ પણ સુનામીની કોઈ ચેતવણી આપી નથી જાપાનની મોસમ વિજ્ઞાન એજન્સીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર કાટો ક્ષેત્રમાં ટોક્યોના પૂર્વ સ્થિત શીબમાં  જમીનની અંદર 50 કિલોમીટરની ઊંડાઈમાં હતું ભૂકંપ જાપાનના સ્થાનિક સમયાનુસાર 12.12 મિનિટે આવ્યો હતો.

(6:39 pm IST)