લગ્ન પાર્ટીની શાન બનવુ છે? તો પહેરો સ્ટાઈલીશ પાર્ટીવેર ગાઉન
હાલ લગ્ન સીઝન ચાલી રહી છે. એવામાં માર્કેટમાં ઘણા મોંઘા મોંઘા ડ્રેસ જોવા મળી રહ્યા છે. ઉનાળામાં ભારે ચોલી અને સાડીના બદલે તમે પાર્ટીવેર ગાઉન પહેરી શકો છો. જે આરામદાયક હોય છે. સુંદર અને સ્ટાઈલીશ પાર્ટીવેર ગાઉન તમને પાર્ટીની શાન બનાવી દે છે.
લગ્ન પાર્ટી માટે
લાલ રંગના આ ગાઉનમાં તમારા પરથી કોઈની નજર દૂર નહીં થાય. તેના પર બનેલ સિલ્વર સફેદ સ્ટોન્સની ડીઝાઈન તમને એલીગેંટ લુક આપશે. તેને તમે લગ્ન કે નાઈટ પાર્ટીમાં હાઈ હીલ્સ સાથે ટ્રાઈ કરો.
મહેંદી માટે
તમે આછા મહેંદી રંગના ગાઉન મહેંદી ફંકશન માટે ટ્રાઈ કરી શકો છો. તે તમને પરફેકટ એલિગેંટ રોયલ લુક આપશે. તેની સાથે સુંદર હેર-એકસેસરીઝ પહેરી શકો છો.
સંગીત માટે
આ ગાઉનને તમે લગ્ન, મહેંદી કે સંગીત જેવા ફંકશનમાં પહેરી શકો છો. જે તમારી સુંદરતાને ચાર ચાંદ લગાવે છે.
નાઈટ પાર્ટી માટે
રોયલ બ્લુ રંગનું મરમેડ સ્ટાઈલનું ગાઉન તમને મરમેડ પ્રિન્સેસનો અહેસાસ કરાવે છે. તમે તેને નાઈટ પાર્ટીમાં પહેરી શકો છો.