દેશ-વિદેશ
News of Saturday, 17th April 2021

નાઇજીરિયામાં બોકો હરામના હુમલામાં 18 લોકોના મોત:21 ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: આતંકી સમૂહ બોકો હરામના સભ્યોએ અઠવાડિયાના શરૂઆતમાં નાઈજીરયાના પૂર્વોત્તર શહેર દમસાક પર હુમલો કર્યો હોવાનું માલુમ પડી રહ્યું છે જેમાં 18 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 21 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. એક અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે બોર્નો  રાજ્યના ગવર્નર બાબાગાના ઉમરા જુલૂમે શુક્રવારના રોજ વાતની જાણકારી આપી હતી અને કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર માનવીય કેન્દ્ર,અંગ આવાસીય ઘર, એક પોલીસ સ્ટેશન ,એક પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર પણ હુમલાનો શિકાર બન્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:19 pm IST)