દેશ-વિદેશ
News of Tuesday, 17th April 2018

ચટપટા સ્વાદની સાથે શરીરને પણ સ્વસ્થ રાખે છે કાચી કેરી

કાચી કેરીમાં કેટલાક એવા ગુણ હોય છે જે શરીરની કમીને પૂરી કરીને શરીરને સ્વસ્થ બનાવી રાખે છે.

. ડાયાબીટીઝમાં કાચી કેરી એક દવાની જેમ કામ કરે છે. તેનું સેવન કરવાથી થોડા જ દિવસોમાં સુગર લેવલ ઓછુ થઈ જાય છે. સાથે તે શરીરમાં આયરન પૂરૂ પાડે છે.

. જો કોઈને વારંવાર ઉલ્ટી થતી હોય કે ગભરામણની સમસ્યા હોય, તો એવામાં કાચી કેરીનું સેવન શંચર સાથે કરો.

. કાચી કેરી ખાવાથી વાળ પણ સુંદર બને છે. ઘાટા અને ચમકદાર વાળ માટે કાચી કેરી ફાયદાકારક છે.

. કાચી કેરીનું સેવન કરવાથી લોહિ સાફ બને છે. રકત સંબંધી કોઈ પણ સમસ્યા હોય તોલ, કાચી કેરીના સેવનથી દૂર થઈ જાય છે.

.જો તમને પેટમાં ગેસની સમસ્યા રહે છે, તો કેરી રામબાણ ઈલાજ છે.

(2:22 pm IST)