દેશ-વિદેશ
News of Tuesday, 17th April 2018

સ્કિનને હેલ્ધી બનાવવા માટે ઘરમાં જ બનાવો ઓર્ગેનીક નાઈટ ક્રીમ

બદલતી ઋતુ સાથે સ્કિનમાં પણ કેટલાક બદલાવ આવે છે. એવામાં સ્કિનની ખાસ સંભાળ લેવી જરૂરી બની જાય છે. દિવસભરના બીઝી સેડ્યુલ વચ્ચે સ્કિનની સંભાળ લેવી શકય નથી બનતી, પરંતુ જો રાત્રે સ્કિનને થોડુ ધ્યાન આપવામાં આવે, તો સ્કિનને સ્વસ્થ અને હાઈડ્રેટિંગ બનાવી શકાય છે. માર્કેટમાં મળતા ક્રીમ અને દવાઓ પર તુરંત ભરોસો કરવો મુશ્કેલ હોય છે. પરંતુ ઘરમાં જ બનેલ ઓર્ગેનીક ક્રીમથી પણ તમારી સ્કિનને હેલ્ધી બનાવી શકાય છે. આ નાઈટ ક્રીમથી તમારી સ્કિનને એક નવી ચમક મળશે સાથે મોશ્ચરાઈઝ પણ કરશે. તો જાણી લો અર્ગેનિક ક્રીમ બનાવવાની રીત...

એલોવેરા ક્રીમ

સ્કિનની ચમક બનાવી રાખવામાં એલોવેરા બેસ્ટ ઓપ્શન છે. એલોવેરા ક્રીમ બનાવવા માટે એલોવેરામાંથી તેનુ જેલ કાઢી લ્યો અને તેમાં લવન્ડરનું તેલ અને પ્રાઈમરોજનું તેલ વ્યવસ્થિત રીતે મિકસ કરો. એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખો અને નિયમિત લગાવો.

મિલ્ક ક્રીમ

સ્કિનને સોફટ બનાવી રાખવાની સાથે મિલ્ક સ્કિનને હાઈટ્રેડ કરવામાં પણ મદદ કરે છે. એટલું જ નહિં મિલ્ક સ્કિનને અંદરથી હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે. રાત્રે આનો ઉપયોગ કરવાથી તમારી સ્કિનને ઘણા ફાયદા થાય છે. ઓર્ગેનિક નાઈટ ક્રીમ બનાવવા માટે એક મોટી ચમચી મિલ્કક્રીમ, એક નાની ચમચી ગુલાબજળ, એક નાની ચમચી જૈતુનનું તેલ, એક નાની ચમચી ગ્લીસરીન લો. આ બધી વસ્તુને વ્યવસ્થિત રીતે મિકસ કરો. અને થોડીવાર તમારા ચહેરા ઉપર લગાવો. આનો ઉપયોગ કરવા માટે ક્રીમને કંટેનરમાં સ્ટોર કરીને રાખી શકો છો.

બટર અને હની નાઈટ ક્રીમ

ઘરની બનાવેલ આ આયુર્વેદિક ક્રીમ સ્કિન પર થતા ખીલને રોકવા મદદ કરશે. કારણ કે માખણ અને મધ બંને સ્કિન માટે ફાયદાકારક છે. તેને બનાવવા માટે એક મોટી ચમચી માખણ અને એક નાની ચમચી મધ લો. સાથે તેમાં કેસર નાખો અને સારી રીતે મિકસ કરો. જ્યારે મિશ્રણ ક્રીમી બની જાય. તો તેને તમાના ચહેરા અને ગરદન ઉપર ૧૦-૧૫ મીનીટ લગાવી રાખો.

હલ્દી અને લીંબુ

સ્કિનને ગ્લોઈંગ/ચળકતી બનાવવા માટે લીંબુ અને હળદર બેસ્ટ ઓપ્શન છે. તેનાથી સ્કિનને ઘણા ફાયદા થાય છે. એટલુ જ નહિં સ્કિન પર થતા બેકટેરીયાથી પણ બચાવે છે. આ ક્રીમને ઘરે બનાવવા માટે પલાળેલા બદામને પીસી લો અને તેમાં એક ચપટી હળદર અને થોડો લીંબુનો રસ મિકસ કરો. આ ક્રીમને એક કંટેનરમાં રાખો. અઠવાડીયામાં બે વાર સૂતા પહેલા આ ક્રીમ લગાવવું.

(2:21 pm IST)