દેશ-વિદેશ
News of Tuesday, 17th April 2018

૧ર૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડતી આ ઇલેકટ્રિક બાઇકની બોડી વાંસમાંથી બની છે

ફીલીપીન્સ તા. ૧૭: ફિલિપીન્સની બનાટ્ટી મોટર સાયકલ નામની એક કંપનીએ ઇલેકિટ્રક મોટર બાઇક બનાવી છે જેની બહારની બોડી વાંસની છે. આ બાઇકમાં લગભગ ૬.પ કિલો જેટલું વાંસ વપરાયું છે. આ બાઇકનું નામ છે ગ્રીન ફેલ્કન, એમાં ફાઇબર ગ્લાસનો પણ ઉપયોગ થયો છે. એને કારણે ઓવરઓલ વજન ઓછું છે. ઇલેકિટ્રક બાઇક મેકિસયમ ૧ર૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડી શકે છે. સિંગલ ચાર્જિંગમાં એ ૪૩ થી ૪૯ કિલોમીટરની એવરેજ આપે છે. હજી ગ્રીન ફેલ્કન કન્સેપ્ટ મોડલ છે. વાંસની સીટોપર લેધરનું લેયર છે. એમાં મ્યુઝિક સિસ્ટમ પણ છે. (૭.૩૮)

(2:19 pm IST)