દેશ-વિદેશ
News of Monday, 16th April 2018

પાકિસ્તાન: કવેટામાં ફાયરિંગમાં 2 લોકોના મોત: પાંચ ઘાયલ

નવી દિલ્હી: પાકિસ્તાનના કવેટના એક ગિરજાઘર બહાર બાઈક સ્વર હુમલાખોરોએ કરેલ ફાયરિંગમાં બે લોકોના મોત નિપજ્યા છે જયારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમાચાર એજેન્સી સિન્હુઆ દ્વારા આપેલી માહિતી અનુસાર ઘાયલોમાં બે મહિલાઓ સમાવેશ થાય છે તમામ ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જેમાં તેઓની હાલતમાં હવે સુધારો જાણવાં મળ્યો છે. પોલીસે આપેલી માહિતી મુજબ હુમલાખોરો બનાવ પછી ભાગી ગયા હતા. અત્યાર સુધી કોઈ પણ આંતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.

(8:06 pm IST)