દેશ-વિદેશ
News of Wednesday, 17th February 2021

નાઇજીરિયામાં બંદૂકધારીઓએ કોલેજમાં ઘુસી વિદ્યાર્થીઓને અગવા કર્યા હોવાની માહિતી

નવી દિલ્હી:ઉત્તર-મધ્ય નાઇજીરિયામાં અજાણ્યા બંદૂકધારીઓએ બુધવારના રોજ એક કોલેજમાં ઘૂસીને વિદ્યાર્થીઓનું અપહરણ કર્યું હોવાનું માલુમ પડી રહ્યું છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે નાઈજર રાજ્યના કસ્બા કાગરમાં આવેલ એક સરકારી સાયન્સ કોલેજમાં લગભગ 1000 વિદ્યાર્થી અને કર્મચારી સભ્યો પણ હતા. દરમ્યાન થોડાક વિદ્યાર્થીઓ ભાગવામાં સફળ રહ્યા હતા તેમજ અપહરણ કરવામાં આવેલ વિદ્યાર્થીઓની સંખ્યા જાણીને તેમને શોધવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:32 pm IST)