બ્રિટનમાં એક વિશાળ માછલીના અવશેષો મળી આવ્યા
નવી દિલ્હી: બ્રિટનમાં જીવાશ્મી વૈજ્ઞાનિકોને અચાનક એવી વિશાળ માછલીના અવશેષો મળ્યો છે, જે આજથી લગભગ 6 કરોડ 60 લાખ વર્ષ પહેલાં ડાયનાસોરના લુપ્ત થવાના સમયકાળમાં પણ બચી ગઈ હતી. આ જીવાશ્મીની ઓળખ બ્રિટનની યૂનિવર્સિટી ઓફ પોર્ટસમાઉથના જીવાશ્મી વૈજ્ઞાનિકોએ કરી છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ વિશાળકાય માછલી ગ્રેટ વાઈટ શાર્ક બરાબર છે. આ માછલી દેખવામાં ખૂબ અજીબ લાગે છે.
પ્રાચીનમાં કાળમાં જોવા મળતી આ માછલી પોતાની રીતે સૌથી વિશાળ માછલી છે, જે અચાનકથી જીવાશ્મી વૈજ્ઞાનિકોના હાથ લાગી છે. વૈજ્ઞાનિકોને મળેલી આ માછલી 'કોએલાકેન્થ્સ' પ્રજાતિનો હિસ્સો છે. આ જીવાશ્મીની શોધ કરનાર પ્રોફેસર માર્ટિલે કહ્યું કે મારું અનુમાન છે કે આ માછલી ખૂબ વિશાળ હતી. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે ધરતી પર ડાયનાસોરના લુપ્ત થાય બાદ પણ આ માછલીની પ્રજાતિ જીવંત રહી છે અને સમુદ્રમાં વિચરણ કરી રહી.