દેશ-વિદેશ
News of Wednesday, 17th February 2021

અંતરિક્ષની દુનિયામાં ખગોળશાસ્ત્રીઓએ એક નવી કામયાબી મેળવી હોવાની માહિતી

નવી દિલ્હી: અંતરિક્ષની દુનિયામાં ખગોળશાસ્ત્રીઓએ વધુ એક કામયાબી હાંસિલ કરી. હાલમાં ખગોળશાસ્ત્રીઓએ એક સમૂહના એક એવા પિંડની શોધ કરી છે, જે આપણા સૌરમંડળમાં સૌથી દૂરનો પિંડ છે. ખગોળીય પિંડનું નામ 'ફારફારઆઉટ' (Farfarout) રાખ્યું છે. 'ફારફારઆઉટ' સૂર્ય અને પ્લૂટોની વચ્ચે જેટલુ અંતર છે તેનાથી પણ ચાર ગણે દૂર આવેલો છે. વધુ અંતર હોવાના કારણે તેને સૂર્યની પરિક્રમા પૂરી કરવામાં એક હજાર જેટલો સમય લાગે છે. વૈજ્ઞાનિકોએ બે વર્ષના અભ્યાસ બાદ વાતની પુષ્ટી કરી છે. વૈજ્ઞાનિકો અનુસાર સૌર મંડળમાં શોધેલો ફારફારઆઉટ પિંડ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરની સરખામણીએ 132 ગણો વધારે છે.

 

            સૌરમંડળમાં સૌથી દૂર જોવા મળેલો પિંડ ફારફારઆઉટ કદમાં એટલો નાનો છે કે તે સરળતાથી દેખાતો પણ નથી. એક અનુમાન મુજબ તેનો વ્યાસ અંદાજે 400 કિલોમીટરની આસપાસ છે. આકાશીય પિંડ પ્લૂટોની શ્રેણીમાં આવે છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, આગામી સમયમાં પિંડના અભ્યાસથી વધુ ચોંકાવનારા રહસ્ય સામે આવી શકે છે.

(6:30 pm IST)