દેશ-વિદેશ
News of Monday, 17th February 2020

અમેરિકાએ પરમાણુ હથિયારને લઇ જવા માટે સક્ષમ બૈલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

નવી દિલ્હી:અમેરિકાએ પરમાણુ હથિયારને લઇ જવા માટે સક્ષમ બૈલિસ્ટિક ટ્રાઇડેંટ (ડી5એલઇ)નું સફળતા પૂર્વક પરીક્ષણ કર્યું છે.અમેરિકાની નૌસેનાએ આ વાતની  જાણકારી આપી હોવાનું માલુમ પડી રહ્યું છે.

અમેરિકી નૌસેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કેલિફોર્નિયાના સૈન ડિએગો તટથી ઓહિયો શ્રેણીની આ બૈલિસ્ટિક મિસાઈલને પનદુબ્બી યુએસએસ મેન છોડી હોવાનું જાણવામાં આવી રહ્યું છે. આ મિસાઈલ રણનીતિક  હથિયાર પ્રણાલી છે અને તેમની ક્ષમતા સટીક છે.

(6:04 pm IST)